સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેની તુષાર ગાંધી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેની તુષાર ગાંધી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Blog Article
સુપ્રીમ કોર્ટે અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમના રૂ.1,200 કરોડના રિડેવલમેન્ટ પ્રોજેક્ટ્નો વિરોધ કરતી મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. અગાઉ સપ્ટેમ્બર 2022માં ગુજરાત હાઈકોર્ટે આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. હાઇકોર્ટના આદેશને તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને રાજેશ બિંદલની બેન્ચે અરજી દાખલ કરવામાં લાગેલા સમયનો ઉલ્લેખ કર્યો, કારણ કે હાઇકોર્ટના આદેશના અઢી વર્ષ પછી આ અરજી કરાઈ હતી. તુષાર ગાંધીએ અગાઉ દલીલ કરી હતી કે પ્રસ્તાવિત પુનઃવિકાસ તેમના પરદાદાના વારસાની વિરુદ્ધ છે. આ પ્રોજેક્ટ આશ્રમ અને આસપાસના વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ બદલશે અને લગભગ 200 સમાન ઇમારતોને તોડી પાડવાની જરૂર પડશે.ગુજરાત સરકારે વિકાસના બહાને આશ્રમનું સંપાદન કર્યું તે બંધારણની કલમ 39ની વિરુદ્ધ હતું.મહાત્મા ગાંધીએ આ આશ્રમની રચના પોતે કરી હતી… જેમાં સાદગી, આત્મનિર્ભરતા અને સાંપ્રદાયિક જીવનનો સમાવેશ થાય છે. આ આશ્રમ ટકાઉપણું અને પ્રકૃતિ સાથે સુમેળના ગાંધીવાદી સિદ્ધાંતોનું ઉદાહરણ આપે છે. સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીના વારસા અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમની મુખ્ય ભૂમિકાનો પુરાવો છે.